ગુરુદેવ સિયાગના સિદ્ધ યોગ માં આપનું સ્વાગત છે

સંપૂર્ણપણે મફત
  • સિદ્ધયોગ એ બે શબ્દોનું મિશ્રણ છે. ‘સિદ્ધ’ એટલે કે જે ‘પૂર્ણ’ અથવા ‘શક્તિમાન’ છે અને ‘યોગ’ એટલે ‘સર્વોપરી સાથે જોડાણ’. સિદ્ધયોગ એ એક માર્ગ છે કે જેના દ્વારા શક્તિમાન આધ્યાત્મિક ગુરુ ની કૃપાથી કોઈ પણ વ્યક્તિ સર્વોપરી ચૈતન્ય સાથે વિના પ્રયાસે જોડાઈ શકે છે.

  • શક્તિમાન આધ્યાત્મિક ગુરુ શ્રી રામલાલ જી સિયાગ ‘ગાયત્રી સિદ્ધિ’ (ભગવાનનું નિરાકાર સ્વરૂપ) અને ‘કૃષ્ણ સિદ્ધિ’ (ભગવાનનું સાકાર સ્વરૂપ) પ્રાપ્ત થયા. આ બંને ‘સિધ્ધિ’ (વિશેષ આધ્યાત્મિક શક્તિઓ) એ તેને ‘મંત્ર’ (દૈવી શબ્દ) દ્વારા ‘શક્તિપાત’ દીક્ષા દ્વારા ઇચ્છીત સાધકની કુંડલિની (સ્ત્રીની દૈવી શક્તિ) જાગૃત કરવાની શક્તિ આપી.

  • જાગૃત કુંડલિની (દૈવી શક્તિ), ધ્યાનની અવસ્થામા, સાધકના શરીરમાં આસન (મુદ્રાઓ), બંધ (તાળાઓ), પ્રાણાયામ (શ્વાસનું નિયમન) અથવા મુદ્રા (હાવભાવ) જેવી વિવિધ પ્રકારની યોગ ચળવળ આપોઆપ પેદા(અનુભવ) કરે છે. આ યોગિક ગતિવિધિઓ દરેક વ્યક્તિની શારીરિક અને માનસિક જરુરિયાત પ્રમાણે હોય છે તેથી જુદા જુદા લોકો માટે જુદી હોય છે.

  • આ શરીરને શુદ્ધ કરવા અને કોઈપણ પ્રકારની શારીરિક, માનસિક વ્યથાઓ અને કોઈપણ પ્રકારની વ્યસનોથી મુક્ત કરવા અને ઉચ્ચ આધ્યાત્મિક યાત્રા માટે તૈયાર થવા માટે હોય છે.

મંત્રની શક્તિ આધ્યાત્મિક ગુરુના દૈવી અવાજમાં રહેલી છે.
  • તેથી, સિદ્ધયોગમાં પ્રવેશ મેળવવા માટે સૌ પ્રથમ આધ્યાત્મિક ગુરુના દિવ્ય અવાજમાં ‘સંજીવની’ મંત્ર સાંભળવો અને પછી ધ્યાન કરવું જોઈએ. ધ્યાન સવારે અને સાંજે ૧૫ મિનિટ, ખાસ કરીને ખાલી પેટ પર કરવું અને માનસિક રૂપે શક્ય તેટલું, સંજીવની મંત્રનો જાપ શક્ય તેટલું તમારી દૈનિક પ્રવૃત્તિઓ કરતી વખતે તેમજ ધ્યાન કરતી વખતે પણ કરો.

  • 1.

    તેમાં કોઈપણ સાધક દ્વારા કરવામાં આવનારી બે બાબતોનો સમાવેશ થાય છે- ‘મંત્ર’ જાપ અને ‘ધ્યાન’.

  • 2.

    કોઈપણ દિશામા આરામદાયક સ્થિતિમાં બેસો. તમે જમીન પર ક્રોસ પગ કરી અથવા ખુરશી પર અથવા બેસવા માટે અસમર્થ હોય તો સૂઈ શકો છો.

  • 3.

    આધ્યાત્મિક ગુરુ (શ્રી રામલાલ જી સિયાગ) ના ચિત્રને એક કે બે મિનિટ માટે જુઓ.

  • 4.

    પછી તમારી આંખો બંધ કરો અને તમારા કપાળની મધ્યમાં તેની છબી જોવાનો પ્રયાસ કરો અને ૧૫ મિનિટ સુધી આધ્યાત્મિક ગુરુને આપ્ને ધ્યાન માં મદદ કરવા માટે શાંતિથી પ્રાર્થના કરો.

  • 5.

    ધ્યાન કરતી વખતે, તમારા કપાળની મધ્યમાં ધ્યાન કેન્દ્રિત કરતી વખતે, સંજીવની મંત્રનો માનસિક રીતે જાપ કરો (હોઠ અને જીભને હલાવ્યા વિના).

  • 6.

    આ સમયગાળા દરમિયાન, જો તમે કોઈપણ પ્રકારની યોગીક હિલચાલમાંથી પસાર થશો, તો ગભરાશો નહીં. તે થવા દો. તેમને રોકવાનો પ્રયાસ કરશો નહીં. આ યોગિક મુદ્રાઓ તમારી આંતરિક સફાઇનો એક ભાગ છે. ધ્યાનના નક્કિ કરે�� સમયગાળો સમાપ્ત થયા પછી આ બંધ થઈ જશે.
  • 7.

    આવી રીતે ખાલી પેટ પર સવારે અને સાંજે ૧૫ મિનિટ ધ્યાન કરો.

યાદ રાખવાના મુદ્દા: (Points to Remember):

  • આધ્યાત્મિક ગુરુ દ્વારા આપવામાં આવેલા સંજીવની મંત્રનો માનસિક શક્ય હોય દરરોજની પ્રવૃત્તિઓ કરતી વખતે જેમકે વાહન ચલાવતા, નહાતા, રાંધતા વગેરે વખતે જપ કરો. જપ એ ચાવી છે.

  • તમારે તમારા ધર્મનો ત્યાગ કરવાની જરૂર નથી પરંતુ ગુરુદેવ દ્વારા જણાવ્યા મુજબ આ અભ્યાસને અનુસરો.

  • સિદ્ધ યોગની અસર સાધક અભ્યાસ ની નિષ્ઠા અને સમર્પણ પર સંપૂર્ણપણે આધારિત છે.

  • તમારે કંઈપણ છોડવાની અથવા તમારી જીવનશૈલી બદલવાની જરૂર નથી.

સંજીવની મંત્ર મેળવો: (Get the Sanjeevani Mantra)

આધ્યાત્મિક ગુરુના દિવ્ય અવાજમાં સંજીવની મંત્ર ળવા માટે કૃપા કરીને નીચેનો ઓડિઓ ચલાવો.

આધ્યાત્મિક ગુરુના દિવ્ય અવાજમાં સંજીવની મંત્ર ળવા માટે કૃપા કરીને નીચેનો ઓડિઓ ચલાવો.

Image Description

સિદ્ધયોગના ફાયદાઓ: (Benefits of Siddha Yoga):

  • એઇડ્જ, કેન્સર, હતાશા, માનસિક તાણ વગેરે જેવા તમામ પ્રકારના શારીરિક અને માનસિક રોગોથી આઝાદી.

  • કોઈપણ પ્રકારના બીજા લક્ષણો વિના કોઈપણ પ્રકારના વ્યસનમાંથી મુક્તી

  • એકાગ્રતા અને યાદ શક્તિ માં સુધારો.

  • મનની શાંતિ અને ખુશી ની સ્થિતિ.

  • આધ્યાત્મિક વિકાસ મુક્તિ તરફ દોરી જાય છે.

Share